/connect-gujarat/media/post_banners/b6cd1c3cd96e963bf26c6b04596891d288d409e36f8bd983fff837e2325e7c40.webp)
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની સ્થાપનાને 61 વર્ષ પૂર્ણ થતાં હિરક જ્યંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ચાસવડ ડેરીની સ્થાપનાને 61 વર્ષ પૂર્ણ થતાં ડેરીના પ્રમુખ કવિ વસાવાએ જણાવ્યુ હતું કે, ચાસવડ ડેરી તમામ સભાસદોમાં માટે આશીર્વાદરૂપ છે. ગરીબ પરીવારનું ઘર-ગુજરાન ચાસવડ ડેરી ઉપર નિર્ભર રહે છે.
ચારવડ ડેરીની સ્થાપનાથી લઇને અત્યાર સુધી જે કોઇએ ડેરીના વિકાસમાં ફાળો આપ્યો છે, તે તમામનો ડેરીના પ્રમુખ કવિ વસાવાએ આભાર માન્યો હતો. ચાસવડ ડેરીના તમામ સભાસદોના અને સંસ્થાના હિત માટે જે કંઈ પણ કામગીરી કરવી પડશે તે માટે પ્રયત્નો કરવામાં આવશે, જ્યારે ચાસવડ ડેરીમાં પ્લાન્ટ મેનેજર તરીકે 33 વર્ષ ફરજ બજાવનાર રાજુ પટેલ વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો.
એટલું જ નહીં. ડેરીમાં વર્ષ 1992થી સેવા આપનાર તમામ સભાસદોને ગિફ્ટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ચાસવડ ડેરીના પ્રમુખ કવિ વસાવા, ઉપપ્રમુખ અરવિંદ વસાવા, મેનેજર સુરેશ પટેલ, ડેરીના આગેવાનો સંજય ભગત, મનહર પટેલ સહિત મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.