ભરૂચ: GNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,અનેક લોકોએ કર્યા યોગાસન

ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા

New Update
ભરૂચ: GNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,અનેક લોકોએ કર્યા યોગાસન

ભરૂચના જી.એન.એફ.સી.ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા

21જૂનના દિવસે સમગ્ર રાજ્યમાં “ONE EARTH-ONE HEALTH”ની થીમ સાથે “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં GNFC ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબહેન પટેલ,ભરૂચ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ, અધિક કલેકટર એન આર ધાંધલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ એક સાથે યોગાસન કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી 

Latest Stories