ભરૂચ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્વસ અંતર્ગત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોઠી ચોકથી ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્વસની ઉજવણી અંતર્ગત કોઠી ચોકથી ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે ભરૂચના ખરાદીવાડ ખાતે આવેલ સ્વયંભુ બાળસ્વરૂપ હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વિશેષ આરતી, પૂજન, મહાપ્રસાદી તેમજ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમોમાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતા જોડાય હનુમાનજીની પ્રતિમાને નગરચર્યા કરાવી હતી. આ શોભાયાત્રા કોઠી ચાર રસ્તાથી, જૈન મંદિર, સોનેરી મહેલ, હાથીખાના બજાર, ચકલા, જૂના બજાર થઈ જૂની કોર્ટ પાસેથી નવચોકી શંકરાચાર્ય મઠ ખાતે સમાપન થઈ હતી. આ પ્રસંગે મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ , સ્થાનિક નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.