ભરૂચ : અમેરીકન યુનિવર્સિટી દ્વારા કે.પી.સોલારીઝમ ગૃપના ચેરમેનને Ph.d’ની પદવી એનાયત, શુભચિંતકોએ પાઠવી શુભેચ્છા

આ પ્રસંગે ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુફી મહેબુબઅલી બાવા સાહેબ સહિત શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : અમેરીકન યુનિવર્સિટી દ્વારા કે.પી.સોલારીઝમ ગૃપના ચેરમેનને Ph.d’ની પદવી એનાયત, શુભચિંતકોએ પાઠવી શુભેચ્છા
New Update

અમેરીકન યુનિવર્સિટી તરફથી કે.પી.સોલારીઝમ ગૃપના ચેરમેન ફારૂકભાઈને Ph.dની પદવી એનાયત કરાતા ભરૂચી વહોરા પટેલ સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કે.પી.સોલારીઝમ ગૃપના ચેરમેન ફારૂકભાઈને અમેરીકન યુનિવર્સિટી તરફથી માનદ Ph.dની પદવી એનાયત કરવામાં આવી છે, ત્યારે ભરૂચી વહોરા પટેલ સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત લઈ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ઉસ્માન ઈખરવાલા, શકીલ માતરવાલા, યાસીન દાદાભાઈ, તલ્હા પટેલ, ફારૂક પટેલ વોરા-સમની વાલા (સબ રજીસ્ટ્રાર), મુસ્તુ આસોજવાલા, સુહેલ આકુબત દ્વારા ફારૂકભાઈનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ઉષ્માપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુફી મહેબુબઅલી બાવા સાહેબ સહિત શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #bharuchnews #અમેરીકન યુનિવર્સિટી #Ph.D degree #KP Solarism Group
Here are a few more articles:
Read the Next Article