ભરૂચ : આઈ સોનલ માતાજીના જન્મશતાબ્દી મહોત્સવની ચારણ બંધુઓએ કરી ભવ્ય ઉજવણી..!

ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : આઈ સોનલ માતાજીના જન્મશતાબ્દી મહોત્સવની ચારણ બંધુઓએ કરી ભવ્ય ઉજવણી..!

ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 1924માં તા. 8મી ડિસેમ્બરના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના ચારણ હમીર મોઢ અને રાણ બાઈ માતાના કુખે માઁ ભગવતી સોનલ માઁ આ ધરતી પર અવતરણ થયા હતા. 50 વર્ષની આયુમાં ભવાની જગદંબાએ સમાજના કુરિવાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી. શિક્ષણ, વ્યસન મુક્તિ સહિતના વિવિધ સેવાકાર્ય પર માતાજીએ વિશેષ ભાર મુક્યો હતો. તેવામાં માતાજીના ધામ મઢડા મુકામે માતાજીનો જન્મશતાબ્દી મહોત્સવ તા. 11, 12, 13 જાન્યુઆરી 2024ના એમ 3 દિવસ ભવ્ય ઉજવણી ચાલી રહી છે. 700 એકરમાં ભવ્ય મંડપમાં ધર્મસભા, ભજન-ડાયરો અને ભોજન-પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 100માં જન્મદિવસ સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખોડીદાન ગઢવીના નિવાસસ્થાને માતાજીની સ્તુતિ આરતી અને આરાધના કરી જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચારણ બંધુઓ ખોડીદાન ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણ જાડિયા, સંજય ગઢવી તેમજ સમાજ બંધુઓએ હાજર રહી માતાજીની સ્તુતિ કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories