Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહિલા સશક્તિકરણ અંતર્ગત વાસ્મો દ્વારા 3 ગામની પાણી સમિતિની મહિલાઓને ચેક વિતરણ કરાયા

ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 3 ગામની પાણી સમિતિની મહિલાઓને રૂ. 50 હજારના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 3 ગામની પાણી સમિતિની મહિલાઓને રૂ. 50 હજારના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને પ્રથમ તો સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓ જેવી કે, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, જિલ્લા મિશન કોર્ડીંનેટર, મહિલા અને બાળ વિકાસ જેવા વિભાગો દ્વારા કરવામાં આવતી તમામ સંસ્થાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જ્યારે ગ્રામ પંચાયત લેવલે બનેલી પાણી સમિતિની સારી કામગીરી અર્થે વાસ્મોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા જિલ્લાના જંબુસરના ટૂંડજ ગામ, ભરૂચના થામ અને હાંસોટની વાલનેર ગ્રામ પંચાયત મળીને કુલ 3 પંચાયતની પાણી સમિતિની બહેનોને રૂ. 50 હજારના ચેકનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજર દર્શના પટેલ, બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત, વાસ્મોના જીલ્લા કો-ઓર્ડિનેટર કમલેશ સિંધા, તમામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story