ભરૂચ : સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરાય, અખંડ જ્યોત દર્શન, ભજન-સત્સંગ સહિત શોભાયાત્રા યોજાય

જીલ્લામાં વસતા સિંધી સમાજ દ્વારા પોતાના નૂતન વર્ષ નિમિત્તે ઝુલેલાલ મંદિર ખાતે ચેટીચાંદના ભવ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરાય, અખંડ જ્યોત દર્શન, ભજન-સત્સંગ સહિત શોભાયાત્રા યોજાય

ભરૂચ શહેર તથા જીલ્લામાં વસતા સિંધી સમાજ દ્વારા પોતાના નૂતન વર્ષ નિમિત્તે ઝુલેલાલ મંદિર ખાતે ચેટીચાંદના ભવ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

સિંધી સમાજના ભગવાન ઝુલેલાલનો જન્મ ચૈત્રી બીજના દિવસે થયો હતો, જે દિવસ “ચેટીચાંદ’ના નામે ઉજવવામાં આવે છે. ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ ઝુલેલાલ મંદિર સિંધી સમાજનું તીર્થ સ્થાન ગણાય છે. આ મંદિરમાં સને 1940થી ‘અખંડ જયોત” પ્રજવલિત છે. હિન્દુસ્તાનના ભાગલા થયા, ત્યારે સિંધ (પાકિસ્તાન)થી ભરૂચ આવી આ મંદિરની સ્થાપના પરમ પૂજય શ્રી ઠાકુર આસનલાલ સાહેબ દ્વારા જયોતિ સ્વરૂપની સ્થાપના કરવામાં આવી હતી. આજે તેઓના સુપુત્ર ગાદીપતિ પરમ પૂજય શ્રી ઠાકુર ઓમ પ્રકાશજીના સાનિધ્યમાં સિંધી સમાજ દ્વારા પોતાના નૂતન વર્ષ ચેટીચાંદ નિમિત્તે ભવ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન ઝુલેલાલના જીવન ચરિત્ર પર આધારીત ગ્રંથને હિન્દી ભાષામાં અનુવાદ કરી જન જન સુધી પોહોંચાડવાના ઉદ્દેશ સાથે પ્રકાશિત પણ કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના અતિ પવિત્ર ગણાતા ચેટીચાંદના અવસરે ભરૂચ સ્થિત ભાગાકોટના ઓવારે આવેલા ભગવાન ઝુલેલાલના મંદિરે જિલ્લા સહિત અન્ય રાજયોમાંથી ધર્મપ્રેમીઓ ભક્તો પધારી જયોત સાહેબના દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્ય થયા હતા. આ સાથે જ ઝુલેલાલ ભગવાનના પ્રતિક “શ્રી જયોતિ સાહેબ” અને “પૂજય બહેરાણા સાહેબ’’ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના બળેલી ખો, પુષ્પાબાગ થઈ હાજીખાના બજાર, નવાડેરા થઇ ચકલા, મોટો ભોઈવાડ, સોનેરી મહેલથી ઝાડેશ્વર નર્મદા નદી કિનારે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

Latest Stories