ભરૂચ જીલ્લામાં વસતા પરપ્રાંતીય દ્વારા હર્ષોઉઉલ્લાસ સાથે છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી જિલ્લામાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીયો વસે છે ત્યારે ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિનકર સેવા સમિતિ અને દ્વારા સરદાર બ્રિજ નજીક આવેલ કનક સંકટમોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના આયોજકો દ્વારા નર્મદા ઘાટ પર છઠ પૂજા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી..આ પ્રસંગે દિનકર સેવા સમિતિન સભ્ય સહિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી , જિલ્લા પ્રમુખ ભાજપ મારૂતિસિંહ અટોદરીયા,ભાજપના મહામંત્રી નીરલ પટેલ, નગરપાલિકાના હેમેન્દ્ર પ્રજાપતિ સહિત દિનકર સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહી છઠ પુજાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતુ