Connect Gujarat
ભરૂચ

ભરૂચ: છોટુ વસાવાએ નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા

લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.

X

ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.

ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો નિશ્ચિત બની ગયો છે.એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે.જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડીયાપાડાના ધરાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતરી લોકો સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે.ત્યારે ભરૂચના ઝઘડીયાને આદિવાસીઓના મસીહા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ થોડાં દિવસો પહેલાં જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી ( BAP ) માં સહરક્ષક બન્યા હતા ત્યાર બાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતરવાની વાત કરી હતી.જ્યારે આજરોજ છોટુભાઈ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.છોટુ વસાવાએ એક વિડીયો વાયરલ કરી દિલીપ વાસવાના ઉમેદવારની જાહેરાત કરી છે.

Next Story