Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : ખ્રિસ્તી સમુદાયે ગુડ ફ્રાઇડે નિમિત્તે ભગવાન ઇસુના બલિદાનને કર્યું યાદ

ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરતો દિવસ એટલે ગુડ ફ્રાઈડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે.

X

ખ્રિસ્તી સમાજના ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરવાના પર્વ ગુડ ફ્રાઇડે નિમિત્તે ભરૂચના દેવળોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરતો દિવસ એટલે ગુડ ફ્રાઈડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઇસુના કાર્યોને યાદ કરે છે. દેવળોમાં આ અવસરે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને ચર્ચમાં ક્ષમા, સમાધાન, સહાય અને બલિદાનનું મહત્વ સમજાવામાં આવે છે. આ સાથે અનુયાયીઓ તેમના પાપો માટે ક્ષમા, શુદ્ધિકરણ અને પસ્તાવો કરે છે. ભરૂચમાં ગુડ ફ્રાઇડેના અવસરે ખ્રિસ્તી બંધુઓએ દેવળોમાં વિશેષ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. માનવજાતના કલ્યાણ માટે પ્રાણોની આહુતિ આપી દેનારા ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

Next Story