ભરૂચના સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી કર્યું ઈ-લોકાર્પણ, અરજદારો માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી ભરૂચ સહિત રાજ્યના 22 જેટલા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચના સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી કર્યું ઈ-લોકાર્પણ, અરજદારો માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે...
Advertisment

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી ભરૂચ સહિત રાજ્યના 22 જેટલા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ ભરૂચના મકતમપુર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Advertisment

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી ભરૂચ સહિત રાજ્યના 22 જેટલા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે આયોજિત ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ, અમદાવાદના ધોળકા, બરવાળા તેમજ સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, વાપી, વલસાડ, નવસારી, વેરાવળ તથા અમરેલીના સિટી સિવિક સેન્ટરના ઈ-લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઈ-લોકાપર્ણ પ્રસંગે ભરૂચના મકતમપુર ખાતે સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરાયુ હતું. જેનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમા જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ સીવિક સેન્ટરને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોને સુવિધાઓ મળી રહે તે માટે સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા, સ્થાનિક સભ્ય હેમુ પટેલ સહિત અન્ય સભ્યો અને પાલિકા ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories