Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટના બાળકોની નિશુલ્ક સારવાર કરાય, વાલી મિટિંગ પણ યોજાય...

X

સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

ક્લબ ફૂટના બાળકોની નિશુલ્ક સારવાર કરાય

વિનામુલ્યે નવજાત બાળકોની કરાય સારવાર

ક્યોર ઇન્ટરનેશનલ ઈન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતા ક્લબફૂટ કાર્યક્રમ હેઠળ પેરેન્ટ્સ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવજાત બાળકોના પગના વાંકાપણા એટલે કે, ક્લબ ફૂટનો ઈલાજ શક્ય છે.

ભરૂચની કિરણ સી. પટેલ મેડિકલ હોસ્પિટલ ખાતે ક્યોર ઇન્ટરનેશનલ ઈન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વિનામુલ્યે આવા નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે. જેમાં ક્યોર ઇન્ડિયાના સ્ટેટ પોગ્રામ કોર્ડીનેટર શ્રેસી દેસાઈના માર્ગદર્શન હેઠળ ક્લબ ફૂટવાળા બાળકોના પરેન્ટ્સની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓના અનુભવ મેળવવા સાથે સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. ક્લબ ફૂટની ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થો પેડિક સર્જન ડો. ચાંપાનેરી અને તેમની ટીમ સારવાર કરી રહ્યા છે. જેના ઘણા સારા પરિણામ આવી રહ્યા હોય બાળ દર્દીઓના વાલીઓ પણ તેનાથી સંતુષ્ઠ જણાઈ રહ્યા છે.

Next Story