ભરૂચ : સુશાસનના 5 વર્ષની ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું

વિજય રૂપાણી સરકારના શાસનના 5 વર્ષ થશે પુર્ણ, 9મી ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન

ભરૂચ : સુશાસનના 5 વર્ષની ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું
New Update

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી પાંચ વર્ષ પુર્ણ કરવા જઇ રહયાં છે ત્યારે રવિવારથી ઉજવણી શરૂ કરી દેવાય છે. રવિવારે જ્ઞાનશકિત દિવસ અંતર્ગત ભરૂચમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું હતું.

રાજયમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજયના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી આગામી સાતમી ઓગષ્ટના રોજ પાંચ વર્ષ પુર્ણ કરવા જઇ રહયાં છે ત્યારે રાજય સરકાર તરફથી ઉજવણી કરવામાં આવશે. આજે રવિવારના રોજથી ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે પ્રથમ દિવસને જ્ઞાનશકિત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ભરૂચમાં રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

#Bharuch #Students #Commencement #good governance celebrations
Here are a few more articles:
Read the Next Article