Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પંડિત ઓમકારનાથ હોલ ખાતે ત્રિદિવસીય ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનો પ્રારંભ, લાભ લેવા અપીલ...

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકાર મિત્રોનું પણ આરોગ્ય તપાસવામાં આવશે.

X

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ નગરપાલિકા, ગ્લોબલ ગેસ્ટ્રોકેર એન્ડ જનરલ હોસ્પિટલ તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ નગરપાલિકા, ગ્લોબલ ગેસ્ટ્રોકેર એન્ડ જનરલ હોસ્પિટલ તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે તા. 24થી 26 નવેમ્બર સુધી ત્રિદિવસીય ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમ્યાન નગરપાલિકાના 700 જેટલા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ સાથે જ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકાર મિત્રોનું પણ આરોગ્ય તપાસવામાં આવશે.

પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે યોજાયેલ ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પના કાર્યક્રમનું ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ગ્લોબલ ગેસ્ટ્રોકેર હોસ્પિટલના સભ્ય અંજના ભરૂચીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ તકે પત્રકાર મિત્રોને પણ આ સેવાનો લાભ લેવા પાલિકા પ્રમુખે અપીલ કરી હતી.

Next Story