Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોલીસ એથ્લેટિક મીટનો સમાપન સમારોહ યોજાયો, જિલ્લા પોલીસ વડાના હસ્તે રમતવીરોનું સન્માન કરાયું

પોલીસ કર્મીઓને તણાવમુક્ત અને હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટિક મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કાળી તલાવડી સ્થિત પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એથ્લેટિક મીટમાં વિજેતા થનાર તમામ રમતવીરોને જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે ટ્રોફી અને મેડલ અર્પણ કરી સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસ કર્મીઓને તણાવમુક્ત અને હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટિક મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. અતિવ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતાં પોલીસકર્મીઓ અને અધિકારીઓને આનંદની પળો આ આયોજન થકી પ્રદાન થઈ હતી. જેનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એથ્લેટિક મીટમાં દોડ, રસા ખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને આનંદની પળો સાથે તેમની ફિટનેસ પણ પારખી હતી.

આ એથ્લેટિક મીટમાં મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો, ત્યારે પોલીસ એથ્લેટિક મીટ-2023નો આજરોજ સમાપન સમારોહ યોજાયો હતો. આ અવસરે પોલીસ એથ્લેટિક મિટમાં ભાગ લઈ વિજેતા થનાર તમામ રમતવીરોને જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે ટ્રોફી અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટ-2023ના સમાપન પ્રસંગે પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પોલીસ પરીવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story