Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ત્રણ વોર્ડમાં રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું ખાતર્મુહુત

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પુર જોશમાં કરાઈ રહ્યા છે.

X

લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પુર જોશમાં કરાઈ રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 3,4 અને 5માં પેવર બ્લોક, સીસી રોડ,આરસીસી રોડ,ડ્રેનેજના કામો મળીને કુલ રૂ.2 કરોડના ખર્ચે 47 જેટલા કામો મુકવામાં આવ્યા હતા. જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર 3માં અંબિકાનગર,વોર્ડ નંબર 4 માં લીંકરોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર 5 માં નીનાબેન યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે યોજાઈ હતી.

આ સાથે જ જે.બી.મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રી- સરફેસિંગ- રી-કાર્પેટિંગના કામનું પણ ખાતમુહૂર્ત કરાયુ હતું.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, દક્ષા પટેલ, નગર પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના ચુંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story