ભરૂચ : GPCC ટુર્નામેન્ટમાં ભવ્ય જીત મેળવવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમને અભિનંદન..

12 જેટલી અલગ અલગ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમે ભવ્ય જીત મેળવી

New Update

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમે "ગુજરાત ફાર્મસી ક્રિકેટ કપ-2022"માં ભાગ લઈ જીત મેળવવા બદલ કોલેજ પરિવાર તરફથી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અમદાવાદની ગુજરાત ફોરમ ઓફ ફાર્મસી સ્ટુડન્ટ (GFPS) દ્વારા ગત તા. ૧૧/૦૩/૨૦૨૨ અને ૧૨/૦૩/૨૦૨૨ના રોજ "ગુજરાત ફાર્મસી ક્રિકેટ કપ-2022 અંતર્ગત (GPCC) સીઝન-6નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત રાજ્યની 12 જેટલી અલગ અલગ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમે ભવ્ય જીત મેળવી ભરૂચ જિલ્લા સહિત કોલેજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના સમસ્ત ટ્રસ્ટીગણ, આચાર્ય અને સ્ટાફગણ તરફથી ક્રિકેટ ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Advertisment