ભરૂચ: કોંગ્રેસ-આમ આદમીની સંયુક્ત બેઠક મળી, જુઓ શું લેવાયો નિર્ણય

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસીમાં જુથવાદ જોવા મળી રહ્યો છે.

New Update
ભરૂચ: કોંગ્રેસ-આમ આદમીની સંયુક્ત બેઠક મળી, જુઓ શું લેવાયો નિર્ણય

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

ભરૂચમાં મહત્વની બેઠક યોજાય

કોંગ્રેસ-આપની સંયુક્ત મિટિંગ મળી

સંકલન અને ચૂંટણી પ્રચાર સહિતના મુદ્દે ચર્ચા

કોંગ્રેસના નારાજ આગેવાનો બેઠકથી રહ્યા અળગા

ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે આપ-કોંગ્રેસની સંયુક્ત મિટિંગ મળી હતી ભરુચ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસીમાં જુથવાદ જોવા મળી રહ્યો છે.નેત્રંગ ખાતે ગત તારીખ-9મી માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાં.શેરખાન પઠાણ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મર્હૂમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી તેમજ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાં,સંદીપ માંગરોલા જેવા આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી.

ત્યારે ભરુચ લોક સભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસનાં સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડે તેવી કોંગ્રેસના નારાજ જૂથે માંગ કરી છે.તેવામાં આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે આપ-કોંગ્રેસની સંયુક્ત મિટિંગ મળી હતી જેમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ઉમેદવાર ચૈતર વસાવા સાથે પરિચય કેળવાય તેમજ સંકલન જળવાઈ રહે અને ચૂંટણી પ્રચાર અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ મિટિંગમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા,આપના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ કોંગ્રેસ-આપના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જો કે કેટલાક નારાજ આગેવાનો અને કાર્યકરો આ બેઠકથી અળગા રહ્યા હતા

Latest Stories