ભરૂચ : જંબુસરમાં મીઠા પાણી મુદ્દે નગરપાલિકા ખાતે ધારાસભ્યની આગેવાનીમાં ધરણા

વર્ષોથી નથી મળતું મીઠું પાણી, મીઠા પાણી મુદ્દે કોંગ્રેસનાં ધરણા.

New Update
ભરૂચ : જંબુસરમાં મીઠા પાણી મુદ્દે નગરપાલિકા ખાતે ધારાસભ્યની આગેવાનીમાં ધરણા

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં શહેરમાં મીઠું પાણી પૂરૂ પાડવાની માંગ સાથે વિપક્ષનાં સભ્યો તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પીવા લાયક મીઠું પાણી ઘણા વર્ષોથી મળતું નથી. પ્રજાએ પીવાનું પાણી વેચાતું લેવું પડે છે જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ માટે જંબુસર સત્તાધીશોને અનેકો રજૂઆતો કરવામાં પણ આવી છે છતાય જનતાને મીઠું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છે. જોકે, જંબુસર શહેરને પીવાનુ મીઠું પાણી મળે તે માટે સ્વણિમ ગુજરાત યોજના હેઠળ ૧૬ થી ૧૭ કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી પાણી ન મળતા શહેર કોંગ્રેસ તેમજ નગરપાલિકા વિરોધ પક્ષ તરફ થી કોંગી ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની આગેવાનીમાં સત્તાધીશોની આંખ ખોલવા નગરપાલિકા ખાતે ઘરણાના કરવામાં આવ્યા હતા.