Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા

X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા

તાજેતરમાં જ સંસદના બંને ગૃહમાંથી વિપક્ષના 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા દેશભરમાં વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા,રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ હરેશ પરમાર,સમશાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,જુબર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ રેલ્વે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળા બલૂન સાથે લોક તંત્ર બચાવોના પ્લે કાર્ડ લઈ સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચાર કર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી પૂતળા દહન કરે તે પહેલા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતુંજેના કારણે દોડધામ મચી જવા પામી હતી.

Next Story