ભરૂચ નગરપાલિકાના સુચિત વેરા વધારા સામે લોકો તરફથી મળેલી અંદાજિત 3000 વાંધા અરજીઓ અને સિગનેચર બેનર વિપક્ષ દ્વારા પાલિકા ચીફ ઓફિસર અને કારોબારી અઘ્યક્ષને સમર્પિત કરી સૂચિત વેરા વધારો રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
ભરૃચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાના વિરોધમાં લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી છે જેનો જીવતો જાગતો પુરાવો ઢગલાબંધ મળેલ વાંધા અરજી છે. અંદાજિત 3000 જેટલી વાંધા અરજી અને સિગ્નેચર કંપેઇન બેનર સાથે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સભ્ય ઇબ્રાહિમ કલકલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમારે સાથી કાર્યકરો સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી સૂચિત વેરા વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો. જે બાદ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર કંપેઇન બેનર પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર સાથે સુપ્રત કરવા સાથે આ મુદ્દે કારોબારી અઘ્યક્ષને સૂચિત વેરા વધારો રદ કરવાની માંગ કરી હતી.