ભરૂચ જિલ્લાના જંબુસરના દહેગામ ગામમાં આવેલી ગૌચરની જમીનો ઉપર માથાભારે ઈસમોએ કબ્જો કરી લેતા પશુઓને ઘાસ-ચારા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાનો જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો આવેદન પત્ર આપવા માટે એકત્ર થયા હતા. ગ્રામજનોએ કલેક્ટર કકેરીએ આપેલા આવેદન પત્ર જણાવ્યું હતું કે, દહેગામમાં ગૌયરની આસરે 400 વિધા જમીન આવેલી છે, અને તે હાલમાં એક પણ ખેતર બાકી નથી. જેની ઉપર ગામના માથાભારે ઇસમોનો કબજો ન હોય, તેથી રબારી સમાજના લોકો કે, જે પશુપાલન ઉપર નિર્ભર રહે છે, તેમજ ગામના લોકો કે, જે પશુપાલન કરી પોતાનુ ગુજરાન ચલાવે છે, તેઓને ખૂબ જ તકલીફ પડે છે. આ બાબતે ગ્રામજનોએ ગત તા. 12મી જાન્યુઆરીના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા હજુ સુધી કોઇ કાર્યાવાહી કે, તપાસ સુદ્ધા થઈ નથી, ત્યારે તાત્કાલિક ધોરણે દબાણ કરી ખેતરો બનાવેલ ઇસમો વિરુદ્ધ કાનુની કાર્યાવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.