Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત

ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો.

X

ભરૂચ નંદેલાવ વિસ્તારમાં આવેલા લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ભરૂચના ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો. જે અંગે સ્થાનિકો ધારાસભ્યને રજૂઆતો કરી હતી.જેથી સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂ.35 લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજુર કરી હતી.જેની ખાતમુહૂર્ત વિધિ ગતરોજ સાંજના હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી.આ વિધિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારીબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાંછાની,નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપ સરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.આ વિસ્તારના સ્થાનિકોની રસ્તાની માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

Next Story