Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હરિધામ સોખડાનો વિવાદ ફરી વકર્યો, આત્મીય સંસ્કારધામના દ્વાર 2 હજાર મહિલા હરિભક્તો માટે બંધ...

X

કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કારધામ વિવાદમાં આવ્યું

400થી વધુ હરિભક્ત બહેનોને સભા ન કરવા દેતા વિરોધ

આત્મીય સંસ્કારધામ બહાર બહેનોએ કર્યા ભજન કીર્તન

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે યોગી ડીવાઈન સોસાયટી હરિપ્રબોધ પરિવારની હરિભક્ત બહેનોને આત્મીયધામ ખાતે સભા નહીં કરવા દેવામાં આવતા તેઓ સભાખંડ બહાર ધૂન અને સત્સંગની પ્રવૃત્તિ કરવા મજબૂર બન્યા હતા. આત્મીય સંસ્કારધામ મંદિર યોગી ડીવાઇન સોસાયટીના અધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજીની હયાતીમાં અને તેમના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જોકે, હવે હરિધામ સોખડાનો વિવાદ અહી પણ આવ્યો હોય તેમ ફલિત થઈ રહ્યું છે. આત્મીયધામ ખાતે નિયમિત રીતે આવતા પ્રબોધ સ્વામી જૂથના હરીભકતો ભજન, ધૂન પ્રાથના માટે પોહચતાં અહી બાઉન્સરો જોવા મળ્યા હતા. સાથે તેઓને અટકાવી પરવાનગી વગર નહી આવવાની નોટિસ લગાડેલ જોતા હરિભક્તો નારાજ થયા હતા. પ્રબોધ સ્વામી જૂથના હરી ભકતોએ યોગી ડીવાઈન સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટી વિરૂદ્ધ હોબાળો મચાવી મંદિરમાં પ્રવેશ નહી આપતા તેઓની આસ્થાને ઠેસ પહોંચી હોવાનું જણાવી હિન્દુ સંપ્રદાયને તોડવાનું કાવતરું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મંદિરમાં પ્રવેશ ન અપાતા 400થી વધુ બહેનો દ્વારા રસ્તા ઉપર જ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી વિરોધ દર્શાવાવમાં આવ્યો હતો. ત્યારબાદ તમામ બહેનો સંસ્થાના ટ્રસ્ટી અશ્વિન પટેલના ઘરે રજુઆત કરવા હલદર પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Next Story