Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના કાંકરીયામાં 100 હીંદુઓનું ધર્મ પરિવર્તન, મહત્તમ લોકો આદિવાસી

કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

X

કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમોદના કાંકરીયામાં 100 જેટલાં હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવી દેવાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે...

દેશ અને દુનિયામાં બનતી કોઇ પણ ઘટનાના તાર ભરૂચ સાથે જોડાયેલાં નીકળે છે. આને સંયોગ ગણો કે પછી વાસ્તવિકતા. ભરૂચ જિલ્લામાં હવે ધર્માંતરણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 37 જેટલાં હીંદુ પરિવારોના 100 લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી દેવાયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આમોદ તાલુકાનું કાંકરીયા ગામ... મુખ્ય મથક આમોદથી માત્ર ચાર કીમીના અંતરે આવેલું છે. ગામની મહત્તમ વસતી આદિવાસી સમાજની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગામમાં રહેતાં અજીતનું બ્રેઇનવોશ કરી તેનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું.. આજે કાંકરીયા ગામના 100 જેટલા હીંદુઓએ ધર્મ પરિવર્તન કરી લીધું છે.. પોલીસના જણાવ્યા અનુસાર ધર્મ પરિવર્તન માટે વિદેશોમાંથી નાણા મોકલવામાં આવતાં હતાં. ગરીબ આદિવાસીઓને કપડા, મકાન, ઘરવખરીની લાલચ આપી તેમનો ધર્મ બદલાવી દેવાયો છે.

રાજયમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ, નવસારીની યુવતી સાથે સામુહિક દુષ્કર્મ બાદ હવે કાંકરીયામાં ધર્મ પરિવર્તનનો કિસ્સો ચર્ચાની એરણે આવ્યો છે.

ઉત્તરપ્રદેશ પોલીસે ધર્માંતરણ અને ફડીંગના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસનું વડોદરા કનેશન પણ સામે આવ્યું હતું. આ કેસના બે આરોપીઓ સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો મેળવવા શહેર પોલીસે કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ યુપીની સ્પે. કોર્ટના આદેશથી ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને વડોદરા લવાયાં હતાં. આ વેળા પોલીસે રાત્રે 10 વાગ્યે રીમાન્ડ રીપોર્ટ રજુ કર્યો હતો અને વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્ટે રાત્રે 1.30 વાગ્યે ચુકાદો આપ્યો હતો.

ઉત્તરપ્રદેશના ધર્માંતરણના તાર કયાંકને કયાંક ભરૂચ સાથે જોડાયાં હોવાની વાત પણ નકારી શકાય તેમ નથી. બંને કિસ્સાઓમાં ધર્મ પરિવર્તન માટે લોકોને પટાવવા તથા ફોસલાવવા માટેના નાણા વિદેશોમાંથી આવ્યાં છે. આમોદના કાંકરીયા ગામની વાત કરવામાં આવે તો અહીં જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે તે મોટાભાગના લોકો ગરીબ આદિવાસીઓ છે. ગામલોકોના જણાવ્યાં મુજબ કાંકરીયા ગામમાં રહેતાં અજીતનું સૌ પ્રથમ ધર્મ પરિવર્તન કરાયું હતું. થોડા વર્ષો પહેલાં કાંકરીયા ગામનો વિડીયો પણ વાયરલ થયો હતો. આમોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાય છે તેમાં 9 આરોપીઓન ઉલ્લેખ કરાયો છે. જેમાંથી એક આરોપી હાલ લંડન ખાતે રહે છે. ધર્મ પરિવર્તનના કેસમાં ભરૂચ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Next Story