Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રસોઈ સ્પર્ધા યોજાય, સ્પર્ધકોએ બનાવી અવનવી પૌષ્ટિક વાનગી...

આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ હેઠળ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધા યોજાઇ

X

ભરૂચ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ હેઠળ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધા ભરૂચ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાય હતી. મધ્યાહન ભોજન વિભાગ દ્વારા જિલ્લાના 9 તાલુકાની શાળાઓના સંચાલક, કુક કમ હેલ્પર અને 9 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી. આ પ્રસંગે નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન આર.જે.શાહ, સીડીપીઓ રિદ્ધિ ઝાલા, ICDS મનીષા દવે સહિતના આધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story