Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચાર તાલુકાઓમાં કપાસ સહિતના પાકોમાં રોગનો પગપેસારો, જગતનો તાત ચિંતિંત

છોડવાના પાનમાં વિકૃતિ આવતી હોવાની ફરિયાદ, ખેતરોમાં તૈયાર થયેલાં પાકને નુકશાનની ભિતિ.

X

ભરૂચ જિલ્લાના ભરૂચ, આમોદ, વાગરા અને આમોદ તાલુકામાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. કપાસ સહિતના પાકોમાં પાનમાં વિકૃતિ આવી જતાં ખેડુતોમાં દોડધામ મચી ગઇ છે.

વાગરા, ભરૂચ, આમોદ અને જંબુસર તાલુકામાં ખેડુતો કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. વાગરા તાલુકાના અનેક ગામડાઓમાં ખેતીની સ્થિતિ બગડી રહી હોવાનો આક્ષેપ ખેડુતો કરી રહયાં છે. ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી વાગરા તેમજ આસપાસના ગામડાઓમાં કપાસ સહિતના પાકોમાં રોગચાળો જોવા મળી રહયો છે. ખેતરોમાં તૈયાર થયેલાં પાકમાં પાનમાં વિકૃતિ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે પણ પાકોમાં વિકૃતિ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બનાવ અંગે ભારતીય કિસાન સંઘે ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ખેતીવાડી વિભાગ પણ સક્રિય બન્યો હતો. નવસારી અને સુરત થી કૃષિ તજજ્ઞોની ટીમ વાગરાના ભેંસલી કલાદરા, જણીયાદરા, સુતરેલ સહિતના અન્ય ગામોના ખેતરોની મુલાકત લીધી હતી. ખેતરોમાંથી કપાસ,તુવેર અને બીજા પાકમાં આવેલ વિકૃત છોડને સંશોધન અર્થે પોતાની સાથે લઇ ગયાં છે. સંશોધનના અંતે જ ખબર પડશે કે પાકના પાનમાં વિકૃતિ આવવાનું કારણ શું છે. છેલ્લા દશ વર્ષથી ચાલી આવતી સમસ્યાનું નિરાકરણ આવતું નહિ હોવાથી દર વર્ષે ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઇ રહયાં છે.

Next Story