ભરૂચ: વેસદડા ગામના આહીર ફળિયા વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાય,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

વેસદડા ગામના આહીર ફળિયા વિસ્તારમાંથી એક ઈસમ પાસેથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
ભરૂચ: વેસદડા ગામના આહીર ફળિયા વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાય,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

ભરુચ તાલુકાના વેસદડા ગામના આહીર ફળિયા વિસ્તારમાંથી એક ઈસમ પાસેથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના વેસદડા ગામ ખાતેના આહીર ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.દરમ્યાન ત્યાં ફરતા ઈસમ મુકેશ સીંગ ગેવરસીંગ રાવતને કોર્ડન કરી તેની તલાસી લેતા તેના કમરના ભાગે રહેલા દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પિસ્ટલ અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે મળી આવ્યા ન હતા જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પૂછપરછ કરતા આ પિસ્ટલ તેણે પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવવા આવનાર શેરૂ નામક ઈસમ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું, હાલ ક્રાઇમ બ્રાંચ દ્વારા મુકેશ સીંગ રાવતની ધરપકડ કરી મામલે 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment