/connect-gujarat/media/post_banners/0fdf78c1464dc79f92bc43d81df2c7c18bdf300d2e6e0be5b7d98ad7a61aa52b.jpg)
સમગ્ર દેશમાં જ્યાંરથી IPL ક્રિકેટ શરૂ થઈ છે, ત્યારથી ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં પણ કેટલીય સંસ્થાઓ, સમાજના લોકો પણ IPLની ક્રિકેટ લીગ મેચની જેમ IPLમાં ઓક્શન કરીને પોતાના પસંદગીના ખેલાડીઓની ખરીદી કરી રહ્યા છે, ત્યારે ભરૂચના 25 ગામ લેઉઆ પાટીદાર પંચ દ્વારા સમાજના લોકોમાં એકતા લાવવા માટે 25 ગામ લેઉઆ પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન-1નું તા. 26 માર્ચથી 6 એપ્રિલ સુધી આયોજન કરાયું છે. આ ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન-1 માટેનું ઓક્શન ભરૂચના પગુથણ ગામ નજીક આવેલ ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું.
જેમાં સમાજના 265 ખેલાડીઓએ ફોર્મ ભર્યું હતું અને તેમની 10 ટીમના માલિકોએ પસંદગી કરી હતી. આ ક્રિકેટ લીગમાં અમોદ તાલુકાના ઓછણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દરેક મેચ 10 ઓવરની રમાડવામાં આવશે. યોજાયેલા ઓક્શનમાં મુખ્ય મેહમાન તરીકે પાટીદાર આગેવાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 25 ગામ લેઉઆ પાટીદાર પંચના પ્રમુખ શૈલેષ પટેલ, ઉપપ્રમુખ કેતન પટેલ, સમાજ સેવક યતીન પટેલ અને પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ 25 ગામ લેઉઆ પાટીદાર લીગ સીઝન-1ના પ્રમુખ પ્રવદીશ પટેલ, કૃણાલ પટેલ, રવિ પટેલ, હિમાંશુ પટેલ દ્વારા તમામ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.