Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ચાલકની કરી ધરપકડ,5થી વધુ આરોપીને જાહેર કર્યા વોન્ટેડ

ભરૂચ એલસીબીનો સ્ટાફ વિધાનસભાની ચૂંટણી અન્વયે ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી

ભરૂચ: રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ચાલકની કરી ધરપકડ,5થી વધુ આરોપીને જાહેર કર્યા વોન્ટેડ
X

ભ રૂચના ન્યુ આનંદ નગર પંપ હાઉસ પાસેથી ભરૂચ એલસીબીએ બે રીક્ષામાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને ઝડપી પાડી કુલ ૩.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચથી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

ભરૂચ એલસીબીનો સ્ટાફ વિધાનસભાની ચૂંટણી અન્વયે ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુર વિસ્તારમાં રહેતો બુટલેગર કિશન અશોક ચુડાસમા તેના મળતિયાઓએ સાથે ન્યુ આનંદનગર પંપ હાઉસ નજીક વિદેશી દારૂની પેટીઓ રીક્ષા મારફતે સગેવગે કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જે સમયે રીક્ષા ચાલુ કરી વિદેશી દારૂનો જથ્થો લઇ રવાના થતી રીક્ષા નંબર-જી.જે.૧૬.વાય.૬૯૦૦ને કોર્ડન કરી રીક્ષાને અટકાવી હતી અને કિશન ચુડાસમા અંગે પુછપરછ કરતા તેઓ અન્ય રીક્ષા નંબર-જી.જે.૧૬.વાય.૬૬૫૨માં કિશન ચુડાસમા,ભાવેશ ઉર્ફે અશોક ચુડાસમા અને રાજેશ ગડેરીયા વિદેશી દારૂનો જથ્થો ભરી જાય છે જેથી પોલીસે પીછો કરતા તેઓ એક એકટીવા અને દારૂ ભરેલ રીક્ષા માર્ગમાં મૂકી ફરાર થઇ ગયા હતા પોલીસને બંને રીક્ષામાંથી વિદેશી દારૂની ૯૧૨ બોટલ મળી આવી હતી પોલીસે ૧.૪૮ લાખનો દારૂ અને વાહનો મળી કુલ ૩.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બહારની ઊંડાઈ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો રીક્ષા ચાલક અકરમ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂ મંગાવનાર પાંચ ઈસમો અને અન્ય વાહન ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story