ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી જુગારધામ ઝડપી પાડ્યુ,6 જુગારીઓની ધરપકડ

પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીજી કોરો કેર ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે ખુલ્લામાં જુગાર રમતા છ જુગારીઓને ક્રાઈમ છે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી જુગારધામ ઝડપી પાડ્યુ,6 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીજી કોરો કેર ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે ખુલ્લામાં જુગાર રમતા છ જુગારીઓને ક્રાઈમ છે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલ.સી.બી પોલીસની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા પોલીસની ટીમે અંકલેશ્વર જીઆઇડીસીમાં ધીરજ કેન ચોકડી નજીક આવેલ શ્રીજી કોરો કેર ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સામે આવેલ ખુલ્લામાં કેટલા તત્વો ભેગા મળી કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક જગ્યા પર રેડ કરતા છ જેટલા ઈસમો પૈસાથી પત્તા પાનાથી જુગાર રમતા ઝડપાય જવા પામ્યા હતા.ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ એ જુગાર રમતા જયેશ પ્રકાશ વસાવા, હેમંત ઠાકોર પરમાર ,હિમાંશુ ઠાકોર સોની ,સંજય રામસિંગ તડવી, સુખરામ રામેશ્વર પ્રસાદ રાવત,જીતેન્દ્ર રવિન્દ્રકુમાર ગૌતમને કુલ રૂપિયા 25,830 મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.