/connect-gujarat/media/post_banners/26c1088571d880d2914df4aaba2f060b0dea93aa0ea6749eea797bd17ef0ffd3.webp)
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સુકોમેવો અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
નેત્રંગ પાસે આવેલ ગોદીંયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને સમાજ ના સેવાભાવી બહેન-ભાઈઓ દ્વારા ફળાહાર, સુકોમેવો, વેફર, કોપરાના લાડુ, મિઠાઈઓ, ચોકલેટ, બિસ્કીટ, મહેંદીના કોન આપવામાં આવ્યા. જ્યારે વિધવા બહેનો અને બાળકોને નાસ્તો, ફળફળાદિ, સાડિઓ, કપડાં, રમકડાં સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ભણતર માટે ચોપડાં વગેરે ચીજવસ્તુઓ આપવામાં આવી. જેમનાં લગ્ન થવાના બાકી છે તે ૦૬ દિકરીઓને સાડિઓ, સેટ તથા મેકઅપ કિટ આપવામાં આવી. સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન અંજલિ ડોગરા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા ઉપપ્રમુખ સવિતાબેન રાણા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા