ભરૂચ : બાળ દિનની ઉજવણી અંતર્ગત સાયકલ રાઇડ, 5 કીમીનું કાપ્યું અંતર

ભરૂચમાં બાળ દિનના અવસરે સાયકલીસ્ટ ગૃપના ઉપક્રમે સાયકલ રાઇડ યોજવામાં આવી હતી જેમાં ગૃપના 50થી વધારે સભ્યોએ ભાગ લીધો હતો.

New Update
ભરૂચ : બાળ દિનની ઉજવણી અંતર્ગત સાયકલ રાઇડ, 5 કીમીનું કાપ્યું અંતર

બાળકોના પ્રિય ચાચા નહેરૂ એટલે કે સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની જન્મજયંતિના અવસરે ભરૂચમાં સાયકલ રાઇડ યોજાઇ હતી.

ભરૂચમાં બાળ દિનના અવસરે સાયકલીસ્ટ ગૃપના ઉપક્રમે સાયકલ રાઇડ યોજવામાં આવી હતી જેમાં ગૃપના 50થી વધારે સભ્યોએ ભાગ લીધો હતો. આપણી આગામી પેઢી દેશને આઝાદી અપાવનાર શહીદોને યાદ રાખે અને દેશદાઝની ભાવના તેમના મન કાયમ રહે અને સ્વાસ્થ્ય પણ સારું રહે તે હેતુસર આ સાયકલ રાઇડ યોજાઇ હતી. ઝાડેશ્વર રોડ પર આવેલાં હરિહર કોમ્પલેકસથી રાઇડને પ્રસ્થાન કરાવાયું.. સાયકલસવારો કસક સર્કલ, એબીસી સર્કલ થઇને ફરી પ્રસ્થાનના સ્થળે આવ્યાં હતાં. આ દરમિયાન તેમણે 5 કીમીની સાયકલ સવારી કરી હતી. ગૃપના સભ્યો સૌરભમહેતા,રાજવીરસિંહ ઠાકોર, સંજય બીનીવાલા,મહેશ દોડીયા તથા અન્ય આગેવાનોના હસ્તે સાયકલસવારોને સન્માનિત કરાયાં હતાં.

Latest Stories