ભરૂચ: અંકલેશ્વર બાયસિકલ ક્લબ દ્વારા સાયકલોથોનનું આયોજન

New Update
ભરૂચ: અંકલેશ્વર બાયસિકલ ક્લબ દ્વારા સાયકલોથોનનું આયોજન

અંકલેશ્વર બાયસિકલ ક્લબ દ્વારા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રાંતઅધિકારી રમેશ ભાગોરાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું

અંકલેશ્વરમાં કાર્યરત બાયસિકલ ક્લબ દ્વારા લોકોનું સ્વાસ્થય સારું રહે એ માટે અવારનવાર સાઇકલ રેલી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ કોરોનાકાળમાં સાયકલિંગ થકી લોકોની ઇમ્યુનિટી જળવાય રહે એ માટે રવિવારના રોજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના જોગર્સ પાર્ક ખાતેથી આયોજિત સાયક્લોથોનને પ્રાંત અધિકારી રમેશ ભાગોરાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો જોડાયા હતા અને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર બાયસિકલ ક્લબના નરેશ પૂજારા સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા