ભરૂચના દહેજની એ.બી.જી.શિપયાર્ડ કંપનીમાંથી સ્થાનિક લેન્ડલુઝર્સને નોકરી માંથી છુટા કરવામાં આવતા તેમણે તંત્ર પાસે કંપની સમક્ષ ધરણા પ્રદર્શન કરવા પરવાનગી માંગી હતી. અને આજરોજ આંદોલનના મંડાણ થાય તે પહેલાં જ વહેલી સવારથી જ આંદોલનકારીઓ સહિત મુખ્ય આગેવાનોના ઘરે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે પોલીસ દ્વારા આંદોલનકારીઓ સાથે તાનાશાહી ભર્યું વલણ દાખવવામાં આવ્યુ હોવાની બુમો જાગેશ્વરના આંદોલકરીઓમાંથી ઉઠવા પામી છે. આ બાબતે જાગેશ્વર ગામની મહિલાઓએ રસ્તા પર બેસી જઇ વિરોધ નોંધાવ્યો હતો.