Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પતંગના દોરાથી ગળું કપાય જતાં મહિલાના મોત બાદ તંત્રને ખ્યાલ આવ્યો ! ભૃગુરૂષિ ઓવરબ્રિજ પર તાર લગાવાયા

ભરૂચમાં પતંગના ઘાતક દોરાથી એક પુત્રીએ પોતાની માતા ગુમાવ્યા બાદ નગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું

X

ભરૂચમાં પતંગના ઘાતક દોરાથી એક પુત્રીએ પોતાની માતા ગુમાવ્યા બાદ નગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની મજા આની માટે મોતની સજા બની રહી છે. ઉત્તરાયણના પર્વ પર પ્રતિવર્ષ એવી ઘટના બને છે જે હ્રદય હચમચાવી મૂકી છે. આવી જ એક ઘટના ગતરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી અરુણોદય બંગલોઝ ખાતે રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. એ વેળા તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું એક પુત્રીએ તેની માતા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના બાદ ભરૂચ નગર સેવા સદન તંત્ર જાગ્યુ હતું અને ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજ પર તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો આ કામગીરી ઉત્તરાયણના 15 દિવસ અગાઉ કરવામાં આવી હોત તો એક પુત્રીએ તેની માતા ગુમાવવાનો વારો ન આવ્યો હોત ત્યારે નગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ ઉત્તરાયણ અગાઉના 15 દિવસથી વિવિધ બ્રિજ પર આ પ્રકારના તાર લગાવવાની કામગીરી કરવામાં આવે એ જરૂરી છે

Next Story