ભરૂચ: દહેજમાં ગટરમાં ગૂંગળાઇ જતા કામદારોના મોતના મામલે સફાઈ કામદાર આયોગની ટીમ સ્થળ મુલાકાતે

ભરૂચના દહેજ ખાતે ગટરમાં સાફ સફાઈ માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા

ભરૂચ: દહેજમાં ગટરમાં ગૂંગળાઇ જતા કામદારોના મોતના મામલે સફાઈ કામદાર આયોગની ટીમ સ્થળ મુલાકાતે
New Update

ભરૂચના દહેજ ખાતે ગટરમાં સાફ સફાઈ માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા આ મામલે આજરોજ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

ભરૂચના દહેજ ખાતે ગટરની સફાઈ માટે ઉતરેલા પાંચ પૈકી ત્રણ કામદારોના ગુગળાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનામાં પોલીસે સરપંચ તથા ડેપ્યુટી સરપંચના પતિની ધરપકડ કરી છે ત્યારે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે આજે દહેજની સ્થળ મુલાકાત લીધી હતી તેઓએ મૃત્યુ પામનાર કામદારોના પરિવારજનોને મળી સાંત્વના આપી હતી અને આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવી હતી

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Death #suffocation #three workers #sewer
Here are a few more articles:
Read the Next Article