Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે રાજપૂત સમાજનું પ્રદર્શન, ક્ષત્રાણીઓએ ભારે આક્રોશ ઠાલવ્યો

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોધાવી આવેદનપત્ર આપ્યું હતું.

X

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોધાવી આવેદનપત્ર આપ્યું હતું. જોકે રૂપાલાના પૂતળા દહન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતાં

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યા છે,રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં જિલ્લા નિવાસી કલેકટર એન.એમ.ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવા જતાં પોલીસે જોઈ જતાં પીઆઈ સહિતના અધિકારી અને આગેવાનોમાં દોડધામ સાથે પૂતળાની ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતાં. જોકે પોલીસે પુળતાને પોતાના કબ્જામાં લઈને પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.

Next Story