Connect Gujarat
ભરૂચ

ભરુચ: આમોદમાં વેરા ભરપાઈ કરવા છતાં માળખાકીય સુવિધાઓથી વંચિત, પાલિકાના અંધેર વહીવટ સામે પ્રજામાં રોષ

સોસાયટીના રહીશો તમામ પ્રકારના વેરા ભરવા છતાં મોટા ભાગની નગરપાલિકામાંથી મળતી માળખાકીય સુવિધાઓથી વંચિત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

X

ભરૂચ આમોદ નગરના ઉવેસ પાર્ક સોસાયટીના રહીશો તમામ પ્રકારના વેરા ભરવા છતાં મોટા ભાગની નગરપાલિકામાંથી મળતી માળખાકીય સુવિધાઓથી વંચિત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચના આમોદ નગરની ભૂગર્ભ ગટરની પંપિંગ સ્ટેશનની મોટર ખરાબ થવાથી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીસો દ્વારા જાહેરમાં ભૂગર્ભ ગટરનું પાણી બહાર કાઢવામાં આવે છે. જેના કારણે સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું છે કે સોસાયટીના રહીશો દ્વારા પાલિકાના તમામ વેરા ભરવામાં આવે છે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મળવાપાત્ર માળખાકીય સુવિધાઓથી અમને વંચિત રાખવામાં આવે છે. તેમજ ખુલ્લી ગટર હોવાના કારણે કાયમી દુર્ગંધ મારતા પાણીનો ભોગ અમારે બનવું પડે છે. અને અમારી સોસાયટીમાં અનેકો વખત મોટા મોટા સાપ પણ નીકળે છે. તદુપરાંત મચ્છરોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ગટરમાંથી નીકળતું આ દુર્ગંધયુક્ત પાણી જાહેરમાં પ્રસરાતા નજીકમાં આવેલ વોહરા સમાજ, ડભોયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાન પણ આવેલ છે. જેથી કબ્રસ્તાન આવતા જતા લોકોને પણ આ ગંદા પાણીમાંથી પસાર થઈને જવાની નોબત આવી છે.

Next Story