Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો વિકાસ અટક્યો? સરકારે વર્ષ 2012માં કરી હતી રૂ.50 કરોડની ફાળવણી

કબીરવડનો વિકાસ અટક્યો તંત્રને કબીરવડના વિકાસમાં નથી રસ? શુકલતીર્થ અને અંગારેશ્વરને પણ કરવાનું હતું વિકસિત વર્ષ 2012માં ફાળવાયા હતા રૂ.50 કરોડ સરકાર હજુ પણ કરી રહી છે વિકાસના દાવા

X

ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગ્રામ પંચાયતે પ્રવાસન ધામ તરીકે શુકલતીર્થ, કબીરવડ અને અંગરેશ્વરના વિકાસને લાગેલા ગ્રહણનો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રવાસન ધામ વિકાસનું ખાતમુહૂર્ત કર્યાનો દસ વર્ષ થયાં હોવા છતાં કોઈ કામગીરી થઈ ન હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે

સુપ્રસિદ્ધ શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વર ભરૂચ જિલ્લામાં એક માત્ર ફરવા લાયક ધાર્મિક સ્થળ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પ્રવાસી અને યાત્રાળુઓ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. સરકારે આ સ્થળોનું ધાર્મિક અને ભૌગોલિક મહત્વ સમજી તેનો પ્રવાસનધામમાં સમાવેશ કર્યો હતો. પ્રવાસનધામ તરીકે વિકાસ કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારે વર્ષ 2011-12 માં રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ જ વર્ષમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી સુબોધકાન્ત સહાયના હસ્તે પ્રવાસનધામ વિકાસ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે ખાત મુહૂર્ત કર્યા બાદ કાર્ય આગળ વધ્યું ન હતું. પ્રવાસન ધામ વિકાસના ઘોડા માત્ર બજેટના સમયે કાગળ પર દોડતા રહ્યા. સ્થળ પર વિકાસના નામે એક ઈંટ પણ ન મુકાતા આ પંથકના લોકોમાં રોષ ઉભો થયો હતો. લોકોએ અનેક વખત દેખાવો અને આંદોલન કરી તંત્ર અને સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી. આમ છતાં પ્રવાસનધામ વિકાસની ફાઇલ પર ચઢેલી ધૂળ સાફ થઈ ન હતી. જેના પગલે રૂપિયા 50 કરોડની શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસનધામ તરીકે વિકાસ કરવાની યોજનાને ગ્રહણ લાગ્યું હતું. પ્રવાસન ધામ વિકાસ ખાતમુહૂર્તને 10 વર્ષ થઈ ગયા પણ ખરેખર વિકાસની કામગીરી થઈ ન હતી.

કબીરવડના વિકાસ બાબતે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાનું કહેવું છે કે પહેલા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાશન હતું પરંતુ હવે ભાજપની સત્તા છે. રાજ્ય સરકારની અણઆવડતના કારણે વિશ્વ પ્રસિદ્ધ કબીરવડ આજે વેરાન બન્યું છે

તો આ તરફ ભાજપનો દાવો છે કે આવનાર સમયમાં કબીરવડનો વિકાસ થશે. પરંતુ આટલા સમયમાં કેમ વિકાસ ન થયો એનો સત્તાધારીઓ પાસે કોઈ જવાબ નથી

Next Story