/connect-gujarat/media/post_banners/ce1d15f3ff6cdddaf0cad409f2e72ac36fd12edf38e0718c0525cfca50494d0e.webp)
ભરૂચ જિલ્લાના આમોદ પંથકના વોર્ડ નંબર 4ના દેવીપૂજક સમાજ દ્વારા ભાજપ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આમોદ નગરપાલીકાની 3 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી ટિકિટ વાંછુઓને સાંભળવામાં આવ્યા હતા. જોકે, હવે વોર્ડ નંબર 4માં રહેતા દેવીપૂજક સમાજના આગેવાન પાર્થ પટેલના ઘરેથી ધારાબેન માટે ભાજપમાંથી ટિકિટ માટે દેવી પૂજક સમાજના લોકોએ માંગણી કરી છે. જેમાં ટિકિટના માંગણીના બેનરો લગાવી જો ટિકિટ નહીં ફાળવવામાં આવે તો મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય વોર્ડમાંથી ભાજપના સભ્યોએ પોતાના વોર્ડમાં કામ નહીં થતું હોવાના આક્ષેપ સાથે રાજીનામા આપી દીધા હતા, ત્યારે પાલિકા બચાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવવું પડશે તેવું ફલિત થઈ રહ્યું છે.