ભરૂચ : સર્વત્ર શ્રીકાર રહે તે માટે ભોળાનાથને રીઝવવા જંબુસરથી દેવજગન નાડા પદયાત્રા સંઘ રવાના થયો…
જંબુસર પંથકમાં મેઘરાજાની કૃપા થતાં મહેશ સોલંકી દ્વારા જંબુસર પિશાચેશ્વર મહાદેવને પ્રાર્થના કરી નાડા દેવજગન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સર્વત્ર શ્રીકાર ભરપૂર રહે તેવી વર્ષા થાય અને ધરતીપુત્રોમાં ખુશાલી ફેલાય તેવા શુભ આશય સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગરથી ભગવાન ભોળાનાથને રીઝવવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જંબુસર પંથકમાં મેઘરાજાની કૃપા થતાં મહેશ સોલંકી દ્વારા જંબુસર પિશાચેશ્વર મહાદેવને પ્રાર્થના કરી નાડા દેવજગન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે વહેલી સવારે મહેશ સોલંકી તથા નવયુગ વિદ્યાલય સ્ટાફ અને બાળકો સહિત પિશાચેશ્વર મહાદેવ ખાતે પહોંચી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મહનુભાવોની ઉપસ્થિતિમાં પદયાત્રા સંઘનો પ્રારંભ કરાયો હતો. સદર પદયાત્રા કલક, સરદારપુરા, નડિયાદ, ટંકારી, કપુરીયા, આસરસા, ડોલીયા અને નાડાના ભક્તજનો ભજનમંડળી સહિત જોડાયા હતા. નાડા દેવજગન રામેશ્વર મહાદેવ ખાતે પહોંચી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવશે.