/connect-gujarat/media/post_banners/da589373ff74ccdd647011f33a6141e19ff4b203a5bbb0e320646615347eb66a.jpg)
ભરૂચ શહેરના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
હિન્દુ ધર્મમાં અધિક શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું છે. આ માસમાં દાન પુણ્યનો વિશેષ મહિમા રહ્યો છે, ત્યારે આ વર્ષે અધિક શ્રાવણ માસ આમ 2 મહિના હિન્દુ ધર્મના ભાઈ-બહેનો વિવિધ પૂજન-અર્ચન. દાન-પુણ્ય સહિતના કાર્યો કરતા હોય છે. ચાલુ વર્ષે અધિક માસમાં અનેક મંદિરો ભક્તોથી ઉભરાઈ આવ્યા હતા, ત્યારે આજરોજ અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી અમાસે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ-બહેનો નર્મદા સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ સાથે જ નર્મદા સ્નાન કરી દાન-પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી. અધિક માસ અને શરૂ થતાં શ્રાવણ માસમાં સમગ્ર ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે હાલ નર્મદા નદીમાં મગરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે, અને નદીના પાણી પણ ઘણા ઊંડા હોવાથી પ્રશાસન તંત્ર દ્વારા અહીં યોગ્ય બંદોબસ્ત ગોઠવી મગરથી સાવચેતીના બોર્ડ લગાવે તે જરૂરી બન્યું છે.