જંબુસર નગરની ૨૯ તથા નોબાર આંગણવાડી એક તથા બે ખાતે કૃમિનાશક દિન નિમિત્તે બાળકોને કૃમિનાશક ગોળીનો નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે આંગણવાડી સુપરવાઇઝર નજમાબેન પઠાણ સહિત આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યાં હતાં.
૧૦ મી ઓગસ્ટ એટલે કૃમિનાશક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાચા ખોટા સંક્રમિત ખોરાક આજુબાજુ ગંદકી દુષિત ખોરાક ખાવાથી પેટમાં કૃમિ થાય છે. કૃમિના ચેપથી બાળકોમાં કુપોષણ લોહીની ઊણપ થાય છે. હંમેશા થાક રહ્યાં કરે છે અને સંપૂર્ણ શારીરિક માનસિક વિકાસમાં અવરોધ આવે છે જેને લઇ સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ ઘટાડવા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતાં હોય છે જે અંતર્ગત આજના દિને કૃમિનાશક દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે કૃમિનાશક દિન નિમિત્તે નોબાર એક તથા બે અને જંબુસરની ૨૯ આંગણવાડી કેન્દ્રો ખાતે નાનાં બાળકોને મફત ક્રુમિનાશક ગોળીનું વિતરણ જંબુસર સુપરવાઇઝર નજમાબેન પઠાણની ઉપસ્થિતિમાં કરાયું હતું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સદર કાર્યક્રમમાં વર્કર તેડાંગર બહેનો હાજર રહ્યાં હતાં.