Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અદ્વૈત સ્કૂલની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડમેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે.

ભરૂચ: અદ્વૈત સ્કૂલની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
X

દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડમેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે. નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 67 મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24 નું આયોજન કરાયું હતું. જેમાં 67મી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અંડર 17 માં -60 કે.જી. ભરૂચની ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની છે.ધોરણ 11 સાયન્સની છાત્રાએ નેશનલ લેવલે કરાટેમાં ગોલ્ડ મેળવતા ભરૂચ અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લા અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવાયા છે. ધ્વનિ મકવાણાનું સ્વપ્નું ભારત વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે.ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન, નિહોન સોટોકન કરાટે એસોસિએશન, સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે. ગુજરાતના એક લાખ છાત્રા સાથે દીકરીને પણ 9 વર્ષથી તેઓ કરાટેની તાલીમ આપી રહ્યાં છે. ધ્વનિ અગાઉ ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડમેડલ જીતી ચુકી છે.

Next Story