Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વતંત્રતા એ માત્ર શબ્દ નથી, હદયની ઉર્મિ અને આત્માની શકિત છે : શ્રમ મંત્રી દિલિપ ઠાકોર

હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો, રાજયના શ્રમમંત્રી દિલિપ ઠાકોરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ.

X

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારંભમાં રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિત રહયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાએ એક શબ્દ જ નથી તે હદયની ઉર્મિ અને આત્માની શકિત છે.

કોરોનાની મહામારી વચ્ચે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આન- બાન અને શાનથી તિરંગો લહેરાયો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાં બાદ રાજયના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપ ઠાકોરે પ્રજાજોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા એ શબ્દ માત્ર નથી , એ લાગણી છે, હૃદયની ઉર્મિ છે અને આત્માની શક્તિ છે.

ધ્વજવંદન સમારંભ દરમિયાન કોરોના વોરિયર્સ તથા વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, આરોગ્ય, 108 એમ્બયુલન્સની ટીમ, રમતગમત , શિક્ષણ અને પોલીસકર્મીઓને મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતાં.તદ ઉપરાંત 50 પુસ્તકોનો સેટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અર્પણ કરવા માં આવ્યો હતો . આ ઉપરાંત મંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ .25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો. કાર્યક્રમના અંતે હોસ્ટેલ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Next Story