ભરૂચ: નારીશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સહાયનું વિતરણ, PM વર્ચ્યુઅલી જોડાયા

PM મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાય ગુજરાતભરની 13,000થી વધુ સ્વ સહાય જૂથની એક લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપી

ભરૂચ: નારીશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સહાયનું વિતરણ, PM વર્ચ્યુઅલી જોડાયા
New Update

ભરૂચમાં બે સ્થળોએ કાર્યક્રમનું આયોજન

ભરૂચ અને વાગરા વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો

નારીશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન

મહિલાઓને સહાયનું કરવામાં આવ્યું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા

ભરૂચમાં બે સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ અને વાગરા વિધાનસભાના આયોજિત કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા શશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાય ગુજરાતભરની 13,000થી વધુ સ્વ સહાય જૂથની એક લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપી હતી.

જે અંતર્ગત વાગરા વિધાનસભા માં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વાગરા મામલતદાર દર્શના પટેલ સહિત અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભરૂચ વિધાનસભાનો કાર્યક્રમ ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો જેમાં મહિલાઓને સહાય આપવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

#Bharuch #Bharuch Samachar #bharuchnews #નારીશક્તિ #Narishakti Vandana programme
Here are a few more articles:
Read the Next Article