ભરૂચ : મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન-ગુજરાત દ્વારા ક્ષયના દર્દીઓને ન્યુટ્રીશનલ કીટનું વિતરણ

જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન-ગુજરાત દ્વારા ક્ષયના દર્દીઓને ન્યુટ્રીશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન-ગુજરાત દ્વારા ક્ષયના દર્દીઓને ન્યુટ્રીશનલ કીટનું વિતરણ

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન-ગુજરાત દ્વારા ક્ષયના દર્દીઓને ન્યુટ્રીશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલા 21 સરકારી ક્ષય કેન્દ્રો પર નોંધાયેલ ક્ષયના દર્દીઓ માટે ન્યુટ્રીશનલ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફીસર ર્ડા. પૂનમ તામ્બા અને ભરૂચ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ સંગઠનના ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરની ઉપસ્થિતીમાં 38 દર્દીઓને કીટનું વિત૨ણ ક૨વામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ સંગઠનના ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગુજરાત લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન તરફથી 880 કીટનું યોગદાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ભરૂચ 21 ક્ષય કેન્દ્રો પર નોંધાયેલા 38 દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Latest Stories