Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગ્રામ અને તાલુકા પંચાયતોને સાધનોની ફાળવણી…

જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહીં થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે.

X

ભરૂચ જિલ્લા પંચાયતને નાણાપંચની 10 ટકા રકમ આયોજન માટે મળતી હોય છે. જે યોજના અંતર્ગત વર્ષ- 20-2021 હેઠળ સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહીં થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે.

એક પંપની 1 મિનિટમાં 10 હજાર લીટર પાણી પંપિંગ કરવાની કેપેસિટી ધરાવે છે. સાથે સાથે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે દરેક ગામમાં સ્વચ્છતા કેળવાય તે માટે 29 જેટલા ઇવ્હિકલ ફોર ગાર્બેજ કલેક્શન વાહનોની ખરીદી કરવામાં આવી છે. જે વાહનો થકી ગામમાં વેસ્ટ કલેક્શન માટે ડોર-ટૂ-ડોર સેવા શરુ કરવામાં આવશે. વાહનો 500થી 700 કિલો વેસ્ટ એકત્રિત કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે, ત્યારે 29 પૈકી 7 જેટલા વાહનો આવતા ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અલ્પા પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે ઇલેક્ટ્રિક વાહનો અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ખરોડ પીએચ.સી.ને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story