/connect-gujarat/media/post_banners/5b7b0d5c1c72ddc56598c81789d0e345ceefe4e44dffcfc02845b7247d4115fe.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન-2022ની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં ઝાડેશ્વર વિસ્તારમાં સભ્ય નોંધણી કરવામાં આવી હતી.
ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જનજન સુધી પહોંચે અને વધુને વધુ લોકો પાર્ટીની વિચારધારા સાથે જોડાય તે માટે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2022ની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર સોસાયટી સ્થિત જ્વાલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં ભાજપ સદસ્યતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા ભાજપ પ્રમુખ રુષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો અને મહિલા આગેવાનોએ જન-જનને ભાજપના વિચારો સાથે જોડવા પ્રયાસ કર્યો હતો.